HomeGujaratવાંકાનેરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઇ

આજ રોજ વાંકાનેર શહેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માનનીય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સ્પર્ધામાં ભાગલેનાર બાળાઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રથમ ક્રમે આવનાર બાળાને રૂપિયા 2100, બીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1500, ત્રીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1100, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળાઓને રૂપિયા 501, આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં, તેમજ ગર્લ્સ હાઈસ્કૂલની જરૂરીયાત મંદ વિધાર્થીનીઓને 60 જોડી સ્કુલ યુનિફોર્મ ડ્રેસ, આપવામાં આવેલ હતાં, આ સાથે શાળાઓની 600 કરતાં વધારે બાળાઓને ગરમા-ગરમ લીલવા કચોરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે વાંકાનેર શહેર અને તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW