HomeGujaratઅમદાવાદમાં પાર્સલ ખોલતાની સાથે થયો બ્લાસ્ટ, ડીલીવરીમેન અને હાઈકોર્ટના કલાર્કને ઈજા

અમદાવાદમાં પાર્સલ ખોલતાની સાથે થયો બ્લાસ્ટ, ડીલીવરીમેન અને હાઈકોર્ટના કલાર્કને ઈજા

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બળદેવભાઈ સુખડીયાના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતાં જ જોરદાર બ્લાસ્ટ થતાં જ પાર્સલ લઈને આવેલ વ્યક્તિ સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે.બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનારી વ્યક્તિને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરમતી વિસ્તારમાં જેમના ઘર પર બ્લાસ્ટ થયો તે બળદેવભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો. પાર્સલ મે મંગાવ્યું નહોતું જેથી લીધું નહોતું. પાર્સલ લઈને આવનારે કહ્યું કે, મને સુરેશભાઈએ મોકલ્યો હતો. આ દરમિયાનમાં ત્યાંથી આગ ચાલુ થઈ હતી. ત્યારબાદ જબરજસ્ત વિસ્ફોટ થયો હતો, થોડી વાર તો હું બ્લાઈન્ડ થઈ ગયો હતો અને મારા કાકા દીકરાને ઈજા થઈ ગઈ હતી. પાર્સલ લઈને આવ્યો તેના પણ હાથ ફાટી ગયા હતા. ફોન નંબર માંગ્યો તો પણ આપ્યો ન હતો. રૂપેણ નામના વ્યક્તિ પર મને શંકા છે. હું હાઇકોર્ટમાં ક્લાર્ક છું. મે રૂપેણને પાસામાં અનેક વખત છોડયો છે. આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે. દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે.રૂપેણ મારા 12 વર્ષથી પરિચયમાં છે.સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે સવારે 10:45 વાગે શિવમ રો હાઉસમાં બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં બળદેવભાઈના ભાઈને ઇજા પહોંચી છે, જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે. પારિવારિક ઝઘડામાં બ્લાસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પાસે બ્લાસ્ટ કરાવનારી વ્યક્તિઓનાં નામ આવી ચૂક્યાં છે, જેને લઈને તપાસ ચાલી રહી છે. હાલ FSL અને પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW