HomeGujaratવાંકાનેરથી પલાસને જોડતો રોડ 57 કરોડના ખર્ચે મંજુર કરાયો

વાંકાનેરથી પલાસને જોડતો રોડ 57 કરોડના ખર્ચે મંજુર કરાયો

ગત ચોમાસામાં પડેલ ભારે વરસાદના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું હતું. જેથી વાંકાનેરના હળવદના માથકને જોડતો રોડ જર્જરીત થી જતા ગ્રામજનોને હાલાકી થતી હતી અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરી રોડ રીપેર કરવા માંગણી કરી હતી. જેને અનુસંધાને ધારાસભ્ય જીતુભાઈ એ રાજ્ય સરકાર ના માર્ગ મકાન વિભાગમાં પત્ર લખી રોડ રીપેર કરવા તાકીદ કરી હતી હતી જીતુભાઈના આ પત્ર આધારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જીતુભાઈને પત્ર દ્વારા વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો રસ્તો આશરે 24 કી.મી.નો રસ્તો જે 57 કરોડનાં ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. જે મામલે વાંકાનેરના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW