HomeGujaratSMCની અસર? મોરબીમાં વધુ એક PSIની બદલી, ભોચિયાને LCB માંથી લીવ રિઝર્વમાં...

SMCની અસર? મોરબીમાં વધુ એક PSIની બદલી, ભોચિયાને LCB માંથી લીવ રિઝર્વમાં મુકાયા

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે રાજ્યના પોલીસવાળા પણ મોરબી પોલીસની કામગીરીથી નારાજ હોય તે પ્રકારે એક બાદ એક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોરબીમાં કૌભાંડો ઝડપી રહ્યા છે અને મોરબી પોલીસની કામગીરીની સામે સવાલો ઉત્પન્ન કરાવી રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલા ગાળા ગામ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલ ની ટીમ દ્વારા કોલસાનો કાળો કારોબાર ઝડપી મોટી માત્રામાં કોલસાની ચોરી ઝડપી પાડી હતી જેની તપાસ ખુદ એસએમસી દ્વારા જ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં જેની મહત્વની જવાબદારી છે તેવી બ્રાન્ચ સામે પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર કોલસાનો કાળો કારો બાર ચાલી રહ્યો હતો તેવું એસએમસીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જોકે આ દરોડા બાદ જિલ્લા પોલીસવાળાએ બદલીઓનો દોર શરૂ કરી અને પોતાની આબરૂ બચાવવાનો પ્રયત્ન કરતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છેથોડા દિવસ પહેલા પીએસઆઇ ના બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ કર્મચારીઓનો મોટી માત્રામાં બદલીઓનો ઘણો ઉતાર્યો હતો ત્યારે વધુ એક એલસીબી પીએસઆઇની બદલી કરી લીવ રિજર્વમાં મૂકવામાં આવ્યા છે એલસીબી માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે એચ બોચિયા ની બદલી કરી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છેઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ સ્ટેટ મોનિટરિંગ સેલના આટા ફેરા વધી ગયા છે અને એક બાદ એક દરોડાની કામગીરી હાથ ધરી મોરબી જિલ્લાની પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી રહી છે ત્યારે હજુ પણ જે કોલસાનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે તેની તપાસ સ્ટેટ મોનેટરીંગ સેલ ની ટીમ દ્વારા જ કરવામાં આવી રહી છે આવનારા દિવસોની અંદર આ તપાસના અંતે મોટી કાર્યવાહી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW