HomeGujaratટંકારાના કંફર્ટ રિસોર્ટના જુગાર દરોડામાં લાંચ લેનાર પી.આઇ.ગોહિલ,હેડ કોન્સ્ટેબલ સોલંકી સામે ગુનો...

ટંકારાના કંફર્ટ રિસોર્ટના જુગાર દરોડામાં લાંચ લેનાર પી.આઇ.ગોહિલ,હેડ કોન્સ્ટેબલ સોલંકી સામે ગુનો દાખલ

મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથક વિસ્તારમાં આવેલી કાંફર્ટ રિસોર્ટ ગત તા.- 26 ઓકટોબરના રોજ રાત્રીના સમયે જુગારનો દરોડો પાડયો હતો અને બે કાર મોબાઇલ 12 લાખ રોકડ સહિત 62 લાખનો જુગાર પકડી પાડયો હતો. આ ઘટનામાં થોડા દિવસ બાદ ફરિયાદ ઉઠી હતી કે, જુગાર ધામમાં મોટા પાયે તોડ થયો હોય પકડાયેલ 9 આરોપીઓ તીરથ ફળદુ, નિતેશ ઉર્ફે નીતિન ઝાલરિયા, ભાસ્કર પારેખ, વિમલ પાદરિયા,રઘુવીર સિંહ ઉર્ફે દીપક સિંહ જાડેજા, કુલદીપ સિંહ ગોહિલ, શૈલેષ ઠુંમર,કે જેઓ ટાઇમ પાસ માટે કોઇંનથી પન્ના રમતા હોય જ્યારે પાર્કિગમાં કારમાં બેઠેલા ગોપાલ રણછોડ સભાડ અને ચિરાગ ધામેચા સહિતનાને ખોટા દસ્તાવેજ ઊભા કરી એમના પર કેસ કરી કોર્ટમાં કાગળ રજૂ કર્યા હતા.

આરોપીઓના ન્યૂઝ મીડિયામાં નામ જાહેર ન કરવા કે વ્હેલી સવારે જ જામીન પર છોડી મૂકવા તેમજ રેડમાં પકડાયેલ મોબાઈલ પરત કરવા સહિતના અલગ-અલગ કામ માટે 51લાખની લાંચ લેવામાં આવી હોવાના અને જુગારમાં રમતા હોવાનું દેખાડવા 12લાખ રોકડા મંગાવ્યા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના પી આઈ આરજી ખાંટ દ્વારા ટંકારા પોલીસ મથકમાં તત્કાલીન પી આઇ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સીહ સોલંકી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW