HomeGujaratમોરબીમાં યુવાને 2 લાખની સામે 22 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ જમીનના સોદાખત...

મોરબીમાં યુવાને 2 લાખની સામે 22 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ જમીનના સોદાખત અને ચેક પડાવ્યા

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જિલ્લામાં રોજ અલગ અલગ યુવાન આ વિષચક્રમાં ફસાઈ રહ્યા છે અને નાની અમથી રકમના ચામડા તોડ વ્યાજ વસુલી રહ્યા છે અગાઉ આ બાબતે અલગ અલગ ફરિયાદો પણ નોધાયા બાદ પણ હજુ વ્યાજ ખોરોનો ત્રાસ ઓછો થતો નથી ત્યારે આજે વધુ એક યુવક દ્વારા વિષ ચક્રમાં ફસાતા તેને પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે મળતી માહિતી મુજબ રવિરાજ જગદિશભાઇ દેત્રોજા નામના યુવાને ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકાના કહેવાથી આરોપી જયદિપભાઇ બાબુભાઇ બસીયા પાસેથી કુલ રૂપિયા ૨,૦૦,૦૦૦/-લીધેલ હોય જેનુ અલગ અલગ તારીખ સમયે આરોપી પાસેથી રૂપીયા-૧૩,૦૦,૦૦૦/- વ્યાજ ચૂકવ્યુ હતું આ ઉપરાંત અલગ અલગ સમયે ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-ચુકતે કરી દીધેલ હોવા છતા આરોપીઓએ મારી નાખવાની ધમકીઓ ભયમા મુકી બળજબરીથી ફરીયાદીની માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનુ લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ રૂપીયા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂપિયા નહી આપતો બાકીની વ્યાજની રકમ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કઢાવી લેવાનો પ્રયાસ કરતા તેણે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી




,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW