સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગાળા ગામના પાટિયા પાસે આવેલા શેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટા પાયે પેટકોક ચોરી કરી તેમાં હલકી ક્વોલીટીનો કોલસો ભેળવી તેમાં મિક્સ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાસ થયો હતો. આરોપીઓ દ્વારા કંડલા પોર્ટ પરથી ઉતરતા ઉચી ક્વોલીટીના કોલસા કે જે રાજસ્થાનની પાર્ટી દ્વારા ખરીદવામાં આવતા હતા ત્યાં પહોચાડવાના બદલે આ સ્થળે લાવવામાં આવતા હતા અને ત્યાંથી કેટલો ક માલ કાઢી લેતા હતા અને બાદમાં તેમાં વેસ્ટ કોક મિક્સ કરી ફરી રવાના કરી દેતા હતા.
ચોરી કરેલા પેટ કોકમાં ફરી બીજો વેસ્ટ કોક મિક્સ કરી તેનું ગેર કાયદે વેચાણ કરતા હોવાનું કૌભાડ કરતા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પરથી ૧૨ આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સ મોરબી રાજકોટ ગાંધીધામ જામનગર જીલ્લાના તેમજ બિહારના બે ટ્રક ડ્રાઈવર,એમપી અને દાહોદના એક લોડર ચાલકનો સમાવેશ થયો છે આ ઉપરાંત આ કૌભાંડ માં માસ્ટર માઈન્ડ તરીકે ભાજપ આગેવાન ચંદુભાઈ હુંબલના પુત્ર ભગીરથ હુંબલ રાજકોટના ચિરાગ મણીભાઈ દુદાણી તરીકે નામ ખુલ્યા છે આ ઉપરાંત ગાંધીધામ મોરબી જામનગરજિલ્લાના શખ્સોના નામ પણ પેટકોક ખરીદનાર તરીકે ખુલ્યા છે હાલ આ બનાવમાં સ્ટેટ મોંનીટ રીંગ સેલ દ્વારા 12 આરોપીને તેમજ સ્થળ પરથી પકડાયેલ 2 ટ્રક, લોડર,હિતાચી મશીન બે કાર મોબાઇલ પેટ કોક અને વેસ્ટ કોક સહીત રૂ 3 કરોડ 57 લાખ થી વધુનું મુદમાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે DGP દ્વારા SMCને જ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ 11 આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. SMC પીએસાઈ એલ.ડી.મેતા દ્વારા વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડીની જરૂર હોવાથી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આઠ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા, જયારે ત્રણ આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો.

