મોરબી જિલ્લો બન્યા બાદ પણ હજુ મોટાભાગની સરકારી કચેરીઓ જાણે રાજકોટ કે કચ્છ જિલ્લાના અધિકારી કે કર્મચારીઓ પર નિર્ભર હોય તેમ લાગે છે, કારણ કે અનેક વિભાગ ઇન્ચાર્જ અધિકારીઓથી ચાલે છે. જેના કારણે કામગીરી પર પ્રભાવ પડે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, મોરબીવાસીઓ સવારે ઉઠતાં ની સાથે ઉઠતા ટૂથપેસ્ટ થી લઇ તમામ વસ્તુઓ ખરીદી કરતા હોય છે પણ આ ખરીદી વખતે અનેક દુકાનદારો પોતાની ઘરની ધોરાજી ચલાવવતા હોય તેમ વજન કાંટા સાથે છેડછાડ કરી ઓછી માત્રામાં વસ્તુ આપતા હોય છે અથવા એમ આર પી કરતા વધુ ભાવ લેતા હોવા છતાં તેને કોઈ રોકનાર ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જિલ્લાની તોલ માપ કચેરીને જિલ્લો બનાવાયાના એક દાયકા કરતાં વધારે વર્ષ થવા છતાં પૂરતો ક્યારેય સ્ટાફ મળ્યો નથી.
આજની સ્થિતિએ આ કચેરીમાં જિલ્લા અધિકારી, સિનિયર અને જુનિયર ઇન્સ્પેકટર ,1-1, મેન્યુઅલ આસિસ્ટન્ટ 2 અને ક્લાર્ક 3 પટ્ટા વાલા 2 એમ કુલ 9 જગ્યા મંજૂર હોવા છતાં આજની સ્થિતિએ માત્ર જિલ્લા અધિકારી ઇન્ચાર્જ છે. જુનિયર ઇન્સ્પેકટર, મેન્યુઅલ આસી.1 ક્લાર્ક1ને એક પટ્ટાવાળાની જગ્યા ભરવામાં આવેલ છે. આજની સ્થિતિએ અડધો અડધ જગ્યા ખાલી છે. જેના કારણે પૂરતું ચેકીંગ થઈ શકતું નથી. જોકે તેમ છતાં આ પૂરતા સ્ટાફ વચ્ચે તોલ માપ કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. છેલ્લા 10 મહિના માં અલગ અલગ દુકાનમાં દૂધ છાસ, રેડ કોલ્ડ ડ્રીંક, નમકીન શાકભાજી તેમજ કરિયાણાની તપાસણી કરતા તેમાં એમ આર પી કરતા વધુ રકમ તેમજ વજન કાંટા માં છેડછાડ કરવાની ઘટના સામે આવી હતી. કચેરી દ્વારા છેલ્લા 10 મહીનામાં 126 દુકાનદારો સામે ગેર રીતી માટે કેસ કરી રું. 3,65,100નો દંડ ફટકાર્યો હતો. તપાસ દરમિયાન પેટ્રોલ પંપસામે ઓનલાઇન ફરિયાદ મળતા તેમજ વે બ્રીજની મુદત પૂર્ણ થઈ હોવા છતાં રીન્યુ કર્યા વિના વે બ્રિજ ચલાવતા હોવાનું સામે આવતા તેના સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
ખરીદી કરતી સમયે આટલું ધ્યાન રાખો,
કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી કરતી વખતે લુસ કે ઓપન પેકેટમાં મળતી ચીજ વસ્તુઓના બદલે પેકિંગ વાળી જેમાં પ્રોડક્ટનું નામ, ઉત્પાદકનું નામ સરનામું, પિન કોડ , એકસ્પપાયરી ડેટ, પહેલા મેન્યું ફેક્ચર ડેટ, વેચાણ કિંમત, ઓરીજીન ઓફ કન્ટ્રી સહિતની તમામ બાબતોની ચકાસણી કરવી જોઈએ. જો તેમાં કોઈ ભૂલ જણાય તો સૌ પ્રથમ દુકાનદારનું ધ્યાન દોરવું જોઈએ. જો તેમ છતાં ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર 1915 અથવા 8900001915 પર એસએમએસ કે વોટ્સ એપ મદદથી ફરિયાદ કરી શકાશે.

