HomeGujaratમોરબીના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબીના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પંચાયત મોરબીના શિક્ષણ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપ સંગઠન ટીમ, વીરપર ગ્રામ પંચાયતના સરપંચ, લજાઈ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં લજાઈ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 54 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક.સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડો.અક્ષય, મેડીકલ ઓફિસર લજાઈ ડો.સૃષ્ટિ ભોરણીયા, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ મેવા, તેમજ પ્રાથમિક આરોયગ કેન્દ્ર લજાઈના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW