જાણવા મળતી માહિતી અનુસાર, માળીયા મી. તાલુકાના બગસરા ગામની ગોચરની જમીન અને સરકારી પડતર ખરાબાની જમીન સર્વ નંબર 169 પૈકી 14 અને સર્વ નંબર 56 અને સર્વ નંબર 169 પૈકી 17 વાળી જમીન આવેલી છે અને દરીયાકાંઠે મીઠાં ઉધોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે આવી જમીન પર કાચા મેટલ વાળા રસ્તા બનાવીને તેમના અથવા ભાળા કરતા ડમફરો બે ફામ અને તાલપત્રી વગર મીઠું ભરીને ચાલતા જેથી સ્થાનિક ગામ લોકોના નાના વાહનો માં કોઈ જાન હાની થસે તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉભા થયા છે .
ખેડૂતો અને પશુપાલકો માં ભારે રોષ ફેલાયો છે અને તે દિશામાં તંત્ર ને આ વિસે અનેક રજૂઆતો કરી હતી પણ મીલીભગતથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગ્રામ પંચાયતના સરપંચે એક વધુ રજુઆત કરી છે. અમારા વિસ્તારમાં મીઠા ઉદ્યોગપતિ તમામ તેમની મનમાની કરીને અને કોઈ ની પરવાનગી વગર ગમે ત્યાં અને તેમને મજા આવે ત્યાં રસ્તા બનાવીને ગામની ગોચરની જમીન પર રસ્તા બનાવીને તમામ જમીન ખારાસ કરી રહ્યા છે અને ઠેર ઠેર પોતાના ભારે વાહનો થી મીઠું રસ્તા પર ઢોળતા જાઈ છે. જેથી તમામ જમીન બંજર બની ગઈ છે અને સ્વાસ્થ્ય માટે વાતાવરણ ડમરી ભર્યું બન્યું છે. જેથી આજ રોજ જીલ્લા વહીવટી તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

