વાંકાનેર અને હળવદને જોડતો પણ મુખ્ય માર્ગ છે. અને આ રોડ પર અલગ અલગ ઘણા ગામડા આવેલા છે. જેઓ બન્ને તરફ આવન જાવન કરતા રહે છે, આ રોડ ચોમાસા દરમિયાન થયેલ વરસાદને કારણે અતિ જર્જરિત હાલતમાં થઇ ગયો હતો. જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્ય સમક્ષ રોડનું નવીનીકરણ કરવાની માંગણી કરી હતી. જેના આધારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈ વાંકાનેર નેશનલ હાઈવેથી એટલે કે નર્સરી થી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધી નો આશરે 24 કી.મી. નો રસ્તો 7 મિટર પહોળાય સાથે 57 કરોડના ખર્ચે મંજૂર થયેલ છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યએ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. આ રસ્તો મંજુર થતાની સાથે જ વાંકાનેરથી હળવદ આવતા જતા લોકો માટે ખુશીના સમાચાર છે.

