HomeGujaratમોરબીના હરીપર કેરાળા ગામે શ્રમિકની હત્યા કરનાર ત્રણ ઈસમોની ધરપકડ  

મોરબીના હરીપર કેરાળા ગામે શ્રમિકની હત્યા કરનાર ત્રણ ઈસમોની ધરપકડ  

મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા અઈકોલેક્સ સિરામિક ફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના આગરા જીલ્લાના રોઝોલી ગામના વતની ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ નામનો 32 વર્ષીય યુવક કોન્ટ્રાકટર ઓમ પ્રકાશ બંજારાના ભાઈ નીચે કામ કરતો હતો. જે યુવાનની બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. આ બનાવ મામલે LCB ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર ત્રણેય આરોપીને LCB ટીમે ઝડપી લીધા હતા.

તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલ તે કાળા કલરનુ હિરો સ્પેલન્ડર મો.સા.નંબર GJ-36-AK-6156 વાળુ લઇને હાલે તેઓ ત્રણેય જણા હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્રણ આરોપી ઇસ્માઇલ સલેમાનભાઇ આમદભાઇ સખાયા ઉવ-20, અવેશ સુભાનભાઇ હુસેનભાઇ મોવર ઉવ-19, સાહિલ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર ઉવ-19 રહે. ત્રણે માળીયા વાડા વિસ્તાર વાડાને ઝડપી પુછપરછ કરતા ખુનના ગુનાને તેમને અંજામ આપેલ હોવાનું કબુલતા ત્રણેય આરોપીઓને 4 મોબાઇલ ફોન, હીરો સ્પેલન્ડર મળી કુલ કિં રૂ.- 35,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઈક તથા કાર લઇ અલગ-અલગ વિસ્તારમાં રાત્રીના સમયે એકલ મજુરોને રોકી છરી બતાવી રોકડ રકમ પડાવી લેતા, જો કોઈ તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખૂન જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હતા.આ ખુનનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ પકડી લઇ અને મુદામાલને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW