મોરબી- માળીયા હાઇવે ઉપર મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામે રહેતો મહેશભાઈ બચુભાઇ ઘાટેલિયા નામનો યુવાન પોતાનું GJ-03-CM-4340 નંબરનું બાઈક લઈને જતો હતો. તે સમયે ભરતનગર ગામની સીમમાં આવેલ કેશવ પ્લાઝા સામે રોસ ક્રોસ કરવા જતા GJ-36-AJ-9011 નંબરની મહિન્દ્રા એક્સ્યુવી કારના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યોગેશભાઈ ઘાટીલિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

