HomeGujaratહવાની દિશા બદલતા શહેરમાં ધૂળ અને ધુમાડાનું સામ્રાજ્ય છવાયું સવારે AQI લેવલ...

હવાની દિશા બદલતા શહેરમાં ધૂળ અને ધુમાડાનું સામ્રાજ્ય છવાયું સવારે AQI લેવલ 100 સુધી પહોંચ્યું

દિવસ દરમિયાન ઉદ્યોગોમાંથી ઊડતી ધૂળ અને રજકણો સાંજ પડતાં શહેરના પ્રસરવા લાગી,

મોરબી શહેરની આસપાસ આવેલા ઉદ્યોગોના કારણે અવારનવાર ધૂળ અને રજકણોનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. તેમાં પણ શિયાળાની શરૂઆત સાથે આ સમસ્યા વધુ વક્રતી હોય છે. એક તરફ ઠંડું વાતાવરણ બીજી તરફ પવનની દિશા શહેર તરફ આવતા સમગ્ર શહેર જાણે ધૂળિયો બની ગયું હોય તેવી સ્થિતિ બની જાય છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે મોરબી શહેરમાં ધૂળ અને ધુમાડાની દ્રશ્યો જોવા મળે છે જેના કારણે થોડા ઘણા અંશે શ્વાસ સંબંધી મૂશ્કેલી ઊભી થાય છે, તો ઉધરસ અને ગળામાં દુખાવાની ફરિયાદો વધતી હોય છે.

મોરબી શહેરની નજીક 40 km થી વધુ વિસ્તારમાં પથરાયેલા સીરામીક અને પેપરમીલ સહિતના નાના-મોટા ઉદ્યોગોના કારણે અને નેશનલ હાઇવે પરથી પસાર થતા 5000 થી વધુ ટ્રકોની અવરજવરના કારણે વર્ષ દરમિયાન માટી અને ધૂળની રજકણોની સામ્રાજ્ય જોવા મળતું હોય છે. પરંતુ શિયાળાની શરૂઆતની સાથે આ મુશ્કેલી વધુ પડકાર જનક બની જતી હોય છે. કારણ કે, પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે મોરબી શહેર તરફ આવી પહોંચ હોય છે. જેના કારણે સાંજ પડતાની સાથે જ શહેરમાં રીતસરની ધૂળ અને ધુમાડાનું સામ્રાજ્ય થવાઈ જાય છે. શહેરમાં હવમાં પ્રદૂષણનું સ્તર 100થી125 mg સુધી પહોંચી જત્તા લોકોને શ્વાસ લેવામાં મૂશ્કેલી ઊભી થાય છે, તો હવામાં રહેલી અને આ કારણે શરદી ઉધરસ તેમજ ગળામાં દુખાવો કે બળતરાની ફરિયાદ ઊભી થાય છે. આ દિવસ ધૂળમાં રહેલા જોખમી રજકણ કે જેના 2.5 pm અને 10 pm તરીકે ઓળખવામાં આવે છે તેનું સ્તર પર ચિંતા જનક સ્તરે વધી જાય છે હાલ શિયાળાની શરૂઆત હોવાથી સ્થિતિ બગડી નથી. પરંતુ આવી સ્થિતિ ન સર્જાય તે માટે જીપીસીબીની ટીમે ઉદ્યોગકારો સાથે બેઠક કરી આગાઉથી જરૂરી પગલાં લે તે જરૂરી છે.

મોરબીના હાલ હવામાં રજકણો નું સ્તર સામાન્ય હોવાનો દાવો

મોરબી શહેર તેમજ આસપાસ વિસ્તારમાં સાંજ પડતાં રીત સર ધુમાડાની ચાદર પથરાઈ જતી હોય તેમ છતાં જીપી સીબીના ઇન્ચાર્જ અધિકારી મેહુલ સોનીના જણાવ્યા મુજબ તેમના દ્વારા સમયાંતરે અલગ અલગ વિસ્તારમાં હવાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોય અને હાલ શહેરમાં પ્રદૂષણ નું સ્તર સામાન્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW