HomeGujaratદિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીમાં ફરી બજાર ધમધમશે, વેપાર ધંધા અને...

દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીમાં ફરી બજાર ધમધમશે, વેપાર ધંધા અને નવાકામની શરુઆત થશે 

પાંચ દિવસના વેકેશનને પગલે લોકો બહાર ફરવા નીકળી ગયા મોરબીમાં બજાર ખાલી ખમ્મ રોડ પર કર્ફ્યું જેવા દ્રશ્ય, 
 
દિવાળીના પર્વની ધામ ધૂમથી ઉજવણી કર્યા મોરબીની બજારોમાં રીતસર વેકેશન માહોલ સર્જાયો હતો. પાંચ દિવસની રજા માણવા લોકો અન્ય સ્થળોએ ફરવા નીકળી જતા બજારમાં રીતસર કર્ફ્યું જેવો માહોલ છવાયો હતો. મોટા ભાગની દુકાનો અને ઓફિસો બંધ હોવાથી લોકોની અવર જવર પણ નહિવત જોવા મળી હતી. ખાસ કરીને પરા બજાર, સોની બજાર કાપડ બજાર, રવાપર રોડ શનાળા રોડ સાવસર પ્લોટ રોડ અયોધ્યાપુરી રોડ સામે કાઠે સિરામિકના રીટેઈલ બજાર ઓફીસ સહિતના મોટા ભાગનું દુકાનો બંધ જોવા મળ્યો હતો. મોટાં ભાગનાં લોકો ફરવા પહોંચી ગયા હતા પાચ દિવસની રજાનો માહોલ આજથી પૂર્ણ થયો છે અને લાભ પાંચમના શુભ મુહુર્તથી ધંધા વ્યવસાયનો પ્રારંભ કરશે. દિવાળી  વેકેશન પૂર્ણ થતાં આજથી મોરબીની બજાર ફરી ધમધમવા લાગશે.

દિવાળી પર્વની હર્ષોલ્લસથી સાથે લોકોએ ઉજવણી કર્યા બાદ બેસતા વર્ષથી સતત 5 દિવસ સુધી મીની વેકેશન જેવો માહોલ સર્જાયો હતો. મોરબી શહેર સહિત જિલ્લાની તમામ નાની મોટી બજારમાં મીની વેકેશનની અસર જોવા મળી હતી. મોટા ભાગની બજાર બંધ પડી ગઈ હતી અને સતત પાચ દિવસ સુધી લોકોએ રજાની મજા માણી હતી. મોટાભાગના લોકો જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, કચ્છ માઉન્ટ આબુ, રાજસ્થાન સહિતના અલગ અલગ પ્રવાસન સ્થળોએ ફરવા પહોંચી ગયા હતા. પ્રવાસન સ્થળોએ ચાર પાંચ દિવસની મજા માણી લીધા બાદ આજથી ફરી એકવાર બજાર શરૂ થવા લાગી છે. લાભ પાંચમના શુભ મુહુર્ત થી લોકો ફરી એકવાર કામ ધંધે પરત ફરશે તો લોકો આજથી નવા ધંધા વ્યવસાયનો પ્રારંભ કરશે તો નવા વાહનોની પણ આજે શુભ મુહુર્તમાં ખરીદી કરશે. મીની વેકેશન માણ્યા બાદ આંજથી કામધંધે લાગતા મોરબી બજાર ફરી એકવાર ધમધમતી થશે. 

મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરુ બુધવાર થી હરરાજી શરુ થશે,
 
મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ દિવાળી પર્વને લઇ 4 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે અનાજ કઠોળ તેમજ કપાસ સહિતના જણસની આવક બંધ હતી. બુધવારથી યાર્ડમાં ફરી હરરાજી શરુ થવાની હોવાથી આજે મંગળવારથી યાર્ડમાં કપાસ મગફળીની આવક ફરી એકવાર શરુ થઇ ગઈ છે.
  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW