મોરબીના પંચાસર રોડ પર આવેલા નાની કેનાલ વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ કાંતિલાલભાઈ શેરસિયા ના પિતા કાંતિલાલ ભાઈ ખોખરા ધામ રોડ પર આવેલા સોમાણી મેક્સ સિરામિક માં કેન્ટિંન ચલાવતા હોય અને તેઓએ ચાર મહિના પહેલાં આશુતોષ હર્ષદભાઈ વધાડીયાને ઉધારમાં માલસામાન આપ્યો હતો જેના 4200 જેટલો ઉઘરાણી બાકી હતી આં ઉઘરાણી પરત કરવા કાંતિલાલ ભાઈએ આશુતોષને કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે હમલ્લો કરી દેતા કાંતિલાલ ભાઈને બન્ને હાથમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે મયુરભાઈ ની ફરિયાદ આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

