HomeGujaratમાળીયાના જુના રેલ્વે સ્ટેશન પાસે વિજ ચેકીંગ કરવા ગયેલ કર્મચારી પર...

માળીયાના જુના રેલ્વે સ્ટેશન પાસે વિજ ચેકીંગ કરવા ગયેલ કર્મચારી પર પાઈપ વડે હુમલો, બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીના રવાપર રોડ નજીક આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદના વતની અલ્કેશભાઈ સવસીભાઈ ડામોરએ ગઈકાલના રોજ માળીયાના જુના રેલ્વે વાડા વિસ્તારમાં રાજ્ય સેવક તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ વિજ ચેકીંગ કરતા હોય તે દરમ્યાન રેલ્વે ફાટકથી અંદર ડાબી બાજુ ઢાળીયો ઉતરતા જનરલ સ્ટોર પાસે આવતા દુકાનમા હાજર આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા અને ફૈજાનભાઈ મુરાદભાઈ જામને દુકાનમા વિજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પુછતા આ કામના આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને પ્લાસ્ટીકના પાઈપ વડે ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી ફૈજાનભાઈ મુરાદભાઈ જામએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી મજકુર બન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વિજ ચેકીંગ કરતા કર્મચારી અલ્કેશભાઈ સવસીભાઈ ડામોરે તે બંને આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW