HomeGujaratમોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો કોંગ્રેસનો દાવો 10 દિવસમાં 5...

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો કોંગ્રેસનો દાવો 10 દિવસમાં 5 હત્યા

મોરબી જીલ્લમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે, એવો કોંગ્રેસનો દાવો છે. મોરબી જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં પાંચ મર્ડરના બનાવ બન્યા અને લોકોમાં પોલીસનો ડર જ ન હોય તેમ લોકો મર્ડર કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થતિ જોતા મોરબી જીલ્લો જાણે બિહારમાં પરિવર્તિત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

થોડા સમય પહેલા 24 કલાકમાં આવી ચાર ઘટનાઓ બનેલ હતી.જે અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરેલ હતી, પણ મોરબી જીલ્લામાં માણસ મારવું કે કુતરું મારવું બને સરખું બની ગયું છે. મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, ચોરી, લુંટ, ખનીજચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનુસેવન કરતા લોકોનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. જે બાબતે ગંભીર નોધ લઇ પ્રમાણિક અને નિષ્ઠાવાન વાઈટ કોલર પોલીસ અધિકારીની નિમણુંક કરી મોરબી જિલ્લાને ગુનાહિત પ્રવુતિઓમાંથી મુક્ત કરવા, ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW