મોરબીના નવલખી રોડ પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે રેડ મારતા ત્યાં જલારામ પાર્ક એપાર્ટમેન્ટના ફળિયામાં આરોપી સાગરભાઈ કાંતિભાઈ પલણએ બનાવેલ ગુપ્ત ભોયરામાંથી છુપાવેલ ઈંગ્લીશ દારૂ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દારૂ અને બીયર ટીન સહીત કુલ રૂ.- 2,78,802 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. આરોપીની પુચ્છપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો મુદામાલ તેને કૌશીક ઉર્ફે લાલો નિમાવત મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

