HomeGujaratઆહાર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા " સ્વચ્છતા હી સેવા પખવાડા" અંતર્ગત સ્વચ્છતા ની...

આહાર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ” સ્વચ્છતા હી સેવા પખવાડા” અંતર્ગત સ્વચ્છતા ની પાઠશાળા યોજી

આહાર મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન નરેન્દ્રસિંહ પુરોહિત એક નિવેદન દ્વારા જણાવે છે કે, આજે ગુજરાત ભરના નામાંકિત ખાણીપીણીના વેપારીઓ સાથે આવનારી સિઝનમાં રાખવાની સાવચેતી વિષય પર પરીસંવાદ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી ,ગુજરાત સરકાર હેલ્થ વિભાગના અગ્રણી સુરેશભાઈ ઓડ ,અમદાવાદ હેલ્થ વિભાગના અગ્રણી દિપકભાઈ ,ગુજરાત કેટરર્સ એસોસિએશનના ભવાનીભાઈ પુરોહિત, ગુજરાત હોટલ એસોસિએશનના કિરીટભાઈ પટેલ, ગુજરાત મીઠાઈ મહાજનના અશ્વિનભાઈ મહેતા ,ચેમ્બર ઓફ કોમર્સના કૃણાલભાઈ ઠક્કર, હોટલ એસોસિયેશનના દિલીપભાઈ ઠક્કર અને વિવિધ એસોસિયેશન અગ્રણીઓ મોટી સંખ્યામાં ખાણીપીણીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સંબોધિત કરતા મેયર પ્રતિભાબેન જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં લોકોની સુખાકારી સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આપ સૌએ ખાણીપીણીની સામગ્રીઓને ઉત્તમ કક્ષાની બનાવવા તથા આરોગ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા વેપારીઓને સાથ સહકાર આપવા માટે તૈયાર છે. આપણા ખાણીપીણીના ના પરિસરને સ્વચ્છ રાખો, સારુ મટીરીયલ વાપરો તેવી મેયરએ અપીલ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ ઉદબોધનના કહ્યું કે, આપના કિચનમાં જે કંઈ અનાજ રાંધેલું ભોજન વધે તેનું તેને આપ ફેકી ના દેતા જરૂરિયાત મંદોને ઉપયોગ આવે તે માટે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક યોજના તૈયાર કરીએ છીએ. જેમાં આપની પાસે રાંધેલું ભોજન હાઈજેનિક કન્ડિશનમાં ગાડી લઈ જશે અને તેને ફ્રીજમાં મૂકીને આવનારા દિવસોમાં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે આ યોજનાથી ઉપસ્થિત લોકો ખૂબ પ્રભાવિત થયા અને ભૂખ્યા નું પેટ ભરાશે અને અનાજનું બગાડ થતા અટકશે.

આ પ્રસંગે આહારના ચેરમેન નરેન્દ્રસિંહ પુરોહિતે પોતાના ઉદબોદનમાં કહ્યું કે ગુજરાત ભરના ખાણીપીણીના વેપારીઓ ગુજરાતની સુખાકારી માટે ગુજરાતના સ્વાસ્થ્ય માટે સારું ઉત્તમ પૌષ્ટિક આહાર આપવાનો સતત પ્રયત્ન કરે છે. અમુક ખોટા વેપારીઓની હિસાબે બધા જ વેપારીઓની શાખ ખરાબ થઈ રહી છે. તેના માટે આવા લોકોને આપણે ઉઘાડાં કરવા જોઈએ અને આપણે સૌએ સરકારી નીતિ નિયમોનો ચુસ્તપણે પાલન કરવું જોઈએ, લોકોને દિવાળી, નવરાત્રી, દશેરા, લગ્નસારા ની સિઝનમાં વ્યાજબી ભાવમાં ઉત્તમ આરોગ્યપ્રદ ખાણીપીણીની સામગ્રીઓ વેચાણ માટે આપણે સૌએ પ્રયાસ કરવો પડશે, આપણા સમાજના અંતિમ તબક્કા‌ નો વ્યક્તિ પણ ઉત્સાહ અને આનંદપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તેના માટે આપણે તેમને આપણી વાનગીઓ ઉપલબ્ધ કરાવવી પડશે.

ગુજરાત રાજ્યના ફુડ સેફ્ટી વિભાગના અગ્રણી અધિકારી સુરેશભાઈ ઓડે જણાવ્યું કે, ગુજરાત પુરા દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં અવ્વલ છે ખૂબ સારી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ આવનારા તહેવારોમાં સઘન ચકાસણી કરશે લોકોને સારી વસ્તુઓ મળે ખોટી વસ્તુ ન મળે તેના માટે સતત વેપારીઓને જાગ્રત રાખશે ,ગુજરાત સરકાર હમેશા વેપારીઓ સાથે છે વેપારીઓ ખોટા દંડિત ના થાય તેના માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું પરંતુ ખોટું કોઈ ફાવી ના જાય તેના માટે અમે ખૂબ જ કડક રહીશુ.

ગ્રાહક પંચાયત ના રાષ્ટ્રીય પદાધિકારી જયંતીભાઈ કથીરિયાએ ગ્રાહકોને જાગ્રત રહેવા માટે અપીલ કરી તેઓને કહ્યું કે આપ ખોટી રીતે છેતરાઓ નહીં કોઈપણ ખરીદી કરતાં પહેલાં માર્કુ અને ઉપરનો લખાણ જરૂર વાંચો, આપ બીલ લેવાનું આગ્રહ રાખો. આપના સ્થળ ઉપર જ્યારે પણ કોઈ ચેકિંગ કરવા માટે આવે ત્યારે તેઓનો ઓળખકાર્ડ અવશ્ય મંગાવો, ખોટી રીતે કોઈ પૈસા માંગે તો તેને ન આપો ,સરકારમાં તેની જાણકારી આપો. વેપારીઓને તહેવારોમાં જાગ્રત રહીને વેપાર મુક્ત રીતે કરવા માટેની તેમણે સલાહ આપી,

“શ્રીઅન્ન” ના ઉપયોગ અને મહત્વ વધે તેના માટે વર્ષોથી કાર્યરત સુનિલભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી કે આપ સૌ કેટરર્સ, બેકરી, મીઠાઈ, રેસ્ટોરન્ટના વેપારીઓ પોતાના ઉત્પાદનમાં વધુને વધુ આપણા પરંપરાગત અનાજ એટલે મિલેટ શ્રી અન્નું ઉપયોગ કરીને છેવાડાના આદિવાસી ખેડૂતોને તેમની રોજગારી અને તેમના ઉત્પાદનોનું મૂલ્ય મળે તેના માટે આપ સૌને વધુમાં વધુ “શ્રી અન્ન” ઉપયોગ કરી અને લોકોને ખવડાવવું જોઈએ વાસ્તવિક રૂપને ભારતીય ભોજન છે અને તેનાથી લોકોનો સ્વાસ્થ્ય પણ સારું રહે છે માટે દિવાળીના તહેવારોમાં આપ શ્રી અન્નનો ઉપયોગ કરો તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાણીપીણીના વેપારીઓને ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત “મિસ કોલ” કરી સદસ્ય બનાવવા માટે પ્રેરિત કર્યા અને સેકડો લોકોને સદસ્યો બનાવ્યા હતા.આ કાર્યક્રમ હળવદ ભવન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું ભવનના અગ્રણી વિધુતભાઈ મહેતા દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW