મોરબીના જેપુર ગામે ગત તા.-20/05/2024 ના રોજ અલગ-અલગ કુલ-05 મકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી થઇ હતી. બાદમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી, જે મામલે આ જેપુરના મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકી રેમસિંગ નામનો એક આરોપી હાલ ટંકારાના ટોળ ગામની સીમમાં આવેલ રિયાસત અબ્દુલભાઈ બાદીની વાડીમાં હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે રેડ મારતા ત્યાંથી મૂળ એમપીના વતની રેમસિંગ સોરેસિંગ ઉર્ફે સોરસિંગ સિંગાડના આરોપીને એલસીબી ટીમે પકડી લીધો હતો. બાદમાં આરોપીની પુછપરછ કરતા તેને આ ગુનો પોતાના મિત્રો સાથે મળી કબુલ કર્યું હતું અને આ ગુનામાં ધનિયા બનુ અલાવા, રાકેશ પીરભ અલાવા અને દિપક ઉર્ફે દીપા રમેશ સેંગર અને ગોરા ઉર્ફે ગૌરવ જૈન સહિતના નામ ખુલ્યા હતા. આ ચોરીના ગુનાના મુદામાલ પૈકીના 1,50,000નો મુદામાલ પોલીસે રીકવર કર્યો હતો. આ મામલે એક આરોપીને પકડી અન્ય આરોપીને ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસે તે તમામ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

