મોરબી જિલ્લામાં હાલ હર્ષોલ્લાસ સાથે ગણેશજીના પર્વની ઉજવણી થઇ રહી છે. આગામી દિવસમાં લોકો દ્વારા ગણેશજીની વિદાય આપવામાં આવશે બુધવારે પાટણ ખાતે જે એક પરિવારના લોકોના ડૂબવાની ઘટના બની અને જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મોરબીમાં આવી દુર્ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા અગાઉ આરટીઓ સર્કલ ખાતે મૂર્તિ વિર્સજનની જગ્યા નક્કી કર્યા બાદ તે સ્થળે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મુકાયો છે પાલિકા દ્વારા આગામી 13 , 15 અને 17 સપ્ટેબરના રોજ સવારે 10 થી રાતે 8 દરમિયાન અલગ અલગ ચાર સ્થળે મૂર્તિઓ કલેક્શન માટે ચાર સ્થળ નક્કી કર્યા છે. લોકોએ ત્યાં જ તેમની મૂર્તિઓ સોપવાની રહેશે પાલિકાની ટીમ પોતે શોભેશ્વર રોડ ખાતેના પીકનીક સેન્ટર ખાતેના હોજ માં મૂર્તિઓનું વિસર્જન કરશે. આ ઉપરાંત 8 ફૂટ થી વધુ ઉચાઇ વાળી મૂર્તિઓ સીધા પીકનીક સેન્ટર ખાતે લઇ જવા સુચના આપવામાં આવી છે.
ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઠેર ઠેર ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મોરબી માં પણ લોકો ઘરમાં શેરી મોહલ્લા અને ચોક વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરી તેની પૂજા કરી રહ્યા છે. ત્યારે આગામી હવે ધીમે ધીમે ભક્તો દ્વારા ગણેશ વિસર્જન કરી રહ્યા છે. કેટલાક ભક્તો દ્વારા અલગ અલગ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા જશે. મૂર્તિ વિર્સજન વખતે કોઈ દુર્ઘટના ન બને અને ગણેશજીની આસ્થાનો પર્વ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા લોકોને ત્યારે નદી તળાવ કે ઝરણામાં જતા રોકવામાં આવી રહ્યા છે અને પાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ સ્થળે પ્રતિમા એકત્ર કરવામાં આવે છે અને પાલિકાની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત સ્થળે મૂર્તિ વિસર્જન કરે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા અલગ અલગ ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે આગામી દિવસોમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે લોકોને નદી નાળા પર જવાના બદલે આ ચારેય સ્થળ પર મૂર્તિ સોપવા પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિહ વાળા એ જણાવ્યું હતું.
પાલિકા દ્વારા મૂર્તિ એકત્ર કરવા માટે નક્કી કરેલ ચાર સ્થળો પર મૂર્તિ વિશે અંદાજીત આકડો મળી શકે તે માટે ગુગલ સીટ તૈયાર કરી છે, જેની લીક પણ સેર કરવામાં આવી છે અને તેમાં લોકોને જરૂરી વિગત આપવા જાણવું છે.
https://docs.google.com/spreadsheets/d/1R47WpNsNVf1_LYA5tpHBPshK7mvBE0cyxYTP0MJCqH0/edit?usp=drivesdk

