HomeGujaratCentral Gujaratવલસાડ માં 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં...

વલસાડ માં 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઉપાડી લીધો

ગત તા 27ના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલ એક ચાલીમાં 3 વર્ષીય બાળકીને બાથરૂમમાં લઈ જઈ બાળકી સાથે અડપલાં કરી દુષ્કર્મ બનાવ બન્યો હતો.જે બનાવમાં વલસાડ પોલીસે ખુબ સતર્કતા અને ત્વરિત કામગીરી કરી આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી લીધો હતી અને તેના વિરુદ્ધ કાયદાકીય એક્શન લઇ દાખલો બેસાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક શ્રમિક પરિવાર ચાલીમાં રહે છે. શ્રમિક પરિવારમાં 3 વર્ષીય બાળકીના પિતાએ તેના વિધર્મી મિત્રને 3 માસ પહેલા એક કંપનીમાં નોકરી અપાવી હતી. જે ચાલીમાં જ રહેતો હતો. તે યુવકે 27 ઓગષ્ટની બપોરે 3 વર્ષીય તે બાળકી સાથે અડપલાં કર્યા હતા. ચાલીમાં રહેતી એક મહિલા યુવકને બાળકીને અડપલાં કરતા જોઈ જતા તાત્કાલિક બાળકીની માતાને ઘટનાની જાણ કરી હતી. બાદમાં બાળકી સાથે અડપલાં કરનાર યુવક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

આ ઘટના અંગે બાળકીની માતાએ તાત્કાલિક બાળકીના પિતાને ઘટનાની જાણ કરતા તેને ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી, બાદમાં ઉમરગામ પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને વલસાડ જિલ્લા પોલીસની મદદ મેળવી ટીમે 1 કલાકમાં આરોપીને મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી ઝડપી લઇને તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW