મોરબીના માર્કેટિંગ યાર્ડની દુકાનોના પાછળ ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં એક કારમાંથી બીજી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી આ બાતમી આધારે LCB ની ટીમ ત્રાટકી હતી અને નઝીરભાઇ રહીમભાઇ સુમરા,પાંચારામ ઠાકરારામ તેતરવાલ,સમીરભાઇ રફીકભાઇ પલેજાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ 89 640 ની કિમતની બોટલો નંગ- 108 તથા ઇંગ્લીશ દારૂના જથ્થામાં હેરાફેરીમાં વપરાયેલ રૂ ૧ લાખની કિમતની .GJ-13-N-0452 મારૂતિ વેગનઆર કાર તેમજ GJ-03-DN-0160 નંબરની હ્યુન્ડાઇ આઇ-10 કાર સહીત રૂ 2 .89 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછ પરછ કરતા સુરેન્દ્રનગરના મનીષ પ્રજાપતિનું પણ નામ ખુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
