HomeGujaratમચ્છુ-2 ડેમના 30 દરવાજા ખોલાયા, 2.49 લાખ ક્યુસેક પાણી છોડાયું

મચ્છુ-2 ડેમના 30 દરવાજા ખોલાયા, 2.49 લાખ ક્યુસેક પાણી છોડાયું

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે તમામ ડેમમાં પાણીની ચિક્કાર આવક થઈ રહી છે જેના કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યાં છે. મોરબી જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મચ્છુ 2 ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ગત રાત્રીના ડેમના ચાર દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ પણ ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધ્યાં 6 દરવાજા અને બાદ રાત્રે કુલ 12 દરવાજા ખોલ્યા બાદ બીજા દિવસે સવારે પણ ડેમના દરવાજા ખોલવાની જરૂર પડતાં 10 ગેટ 15 ફૂટ અને 12 દરવાજા 7 ફૂટ એમ કુલ 30 દરવાજા ખોલી દેવામાં આવતા કુલ 2,49,677 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

મચ્છ-2 ડેમના 30 દરવાજા ખોલવાના કારણે મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW