હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા૪૮ કલાક થી વધુ વરસાદ પડી રહ્યો છે જેના કારણે જિલ્લામાં આવેલા ૧૦ ડેમમાં પાણીની ચિક્કાર આવક થઈ છે. જિલ્લામાં એક ડેમ એવા બંગાવડી અને ઘોડા ધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા ઓવર ફલો થઈ ગયો છે તો મચ્છુ ૩ ડેમ ૮૪ ટકા ભરાઈ જતાં ડેમમાં થી પાણી છોડવાની ફરજ પડી છે આં ઉપરાંત મચ્છુ ૨ડેમ ભરાઈ ગયા છે.ડેમી ૨ ડેમમાં ૪૫ હજાર ક્યુસેક કરતા વધુ આવકના કારણે ડેમી ૨ ડેમના દરવાજા ખોલવાની જરૂર પડતાં ડેમી૨ ના ૭ દરવાજા ૪ ફૂટ ખોલી ૧૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મોટા પાયે ડેમમાંથી પાણી છોડતા ટંકારા તાલુકાના ૩ અને મોરબી તાલુકાના ૬ અને એક ધ્રોલ તાલુકાના ગામ ને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

