HomeGujaratહળવદમાં ભારે વરસાદને પગલે ડૂબવાની ત્રણ ઘટનાઓ ઘટી, ઢવાણમાં ટ્રેકટર પલ્ટી જતાં...

હળવદમાં ભારે વરસાદને પગલે ડૂબવાની ત્રણ ઘટનાઓ ઘટી, ઢવાણમાં ટ્રેકટર પલ્ટી જતાં 10 લોકો ડૂબ્યાં,4 બચાવાયા, 6ની શોધખોળ

મોરબી જિલ્લામાં છેલ્લા બે સપ્તાહ સુધી વરસાદના વિરામ બાદ આજથી મેઘરાજાની નવી ઇંનિંગ શરૂ થઈ છે.જોકે આ નવી ઈનિંગ માં મ્હેર કરતા કહેર વરસી રહ્યો હોય તેવી સ્થિતિ બની છે.મોરબી જિલ્લામાં માત્ર 10 કલાક જિલ્લામાં દોઢ ઇંચ થી લઇ સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. વાંકાનેર પંથકમાં 10કલાક માં156 મીમી એટલે સાડા છ ઇંચ પાણી વરસ્યું હતું તો હળવદ પંથકમાં તો એના કરતાં પણ વધારે સ્થિતિ કફોડી બની છે માત્ર 8 કલાકમાં 159 મીમી એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ વરસી પડયો હતો મેઘરાજાની તોફાની બેટિંગ ના કારણે નદી નાળા બે કાંઠે વહેતા થયા હતા. હળવદ પંથકમાં અલગ અલગ ત્રણ ગામમાં ડૂબવાની ઘટના સામે આવી હતી જેમાં પ્રથમ ઘટના ધનાદ ગામમાં બની હતી જેમાં એક રિક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ હતી આં બનાવમાં રીક્ષામાં સવાર 4પૈકી ધર્મિષ્ઠા બેન વજુંભાઈ પટેલ પાણીમાં દૂર સુધી તણાઈ જતા લાપતા બની હતી બીજી એક ઘટનામાં બુટવાડાં ખારાપાટ ગામમાં ઘટના બની હતી જેમાંબેચર ભરવાડ નામનો યુવાન પાણીમાં પ્રવાહમાં તનાઈ ગયો હતો.ત્રીજો એક બનાવ ઢવાણા ગામમાં 10 લોકોને બેસાડી વોકડો પાર કરાવત ટ્રેક્ટરની ટ્રોલી અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી બનાવમાં 10 માંથી 4 લોકો બચાવી લેવાયા હતા જોકે 6 લોકો પાણીમાં તણાઈ જતાં લાપતા બન્યા હતા જેની શોધખોળ હાથ ધરી હતી.હળવદ પાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચવવા પ્રયાસ શરૂ કર્યા હતા.જોકે મોડી રાત સુધી 6 લોકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW