હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચરાડવા ગામે નવા તળાવ પાસે જુગાર અંગે રેડ મારતા ત્યાંથી યુવરાજસિંહ ભીખુભા ઝાલા, સુરેશભાઈ ઠાકરશીભાઈ સોનગ્રા, હકાભાઇ છેલ્લાભાઈ સાટકા, ગોપાલભાઈ કરમશીભાઈ ગૌતર, કાળુભાઈ બલુભાઈ સાટકા અને બેચરભાઈ કરમશીભાઈ ગૌતર નામના છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ. 1,03,000 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે આ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

