હળવદ પંથકમાં વીજ ચોરીનું દુષણ ખુબ મોટા પાયે ફૂલ્યું ફાલ્યું છે. રહેણાંક મકાનથી લઇ ફેક્ટરી સંચાલકો દ્વારા ગેર કાયદે વીજ જોડાણ લઇ વીજ ચોરી કરવામાં આવતી હોય છે જેના કારણે વીજ તંત્રને વર્ષે મોટો વીજ લોસ થતો હોય છે અને આ વીજ લોસ ઓછો થા ય તે માટે તંત્ર દ્વારા અવાર નવાર ચેકિંગ કરી વીજ ચોરી પકડી પાડવામાં આવતી હોય છે ત્યારે ગઈ કાલે GUVNLની ટીમ દ્વારા હળવદ પંથકમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં અલગ અલગ ત્રણ સ્થળે ફેક્ટરીઓમાં વીજ ચોરી પકડાઈ હતી પ્રથમ વીજ ચોરી મેરુપર ગામની હદમાં ચાલતી ઉમા મિનરલ નામની ફેકટરીમાં પકડાઈ હતી આ ફેક્ટરીના સંચાલકો દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી જે વીજ મિટર અપાયું હતું તેના બદલે અન્ય વીજ વાયરથી ટ્રાન્સફોર્મરથી ગેર કાયદે લાઈન લઇ વીજ ચોરી પકડી પાડી હતી.અને તેને રૂ ૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત સુંદરગઢ ગામની હદમાં ચાલતા લાભ મીનરલ અને લાભ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ જ પેટર્નથી વીજ ચોરી થતી હોવાથી બન્ને સ્થળે વીજ ચોરી સાધનો કબજે કર્યા હતા અને બન્ને ફેકટરીના ૭૫-૭૫ લાખનો દંડ ફટકાર્યો હતો આં ઉપરાંત ત્રણેય ફેકટરીના વીજ મીટર કાપી લેવાયા હતા અને ટ્રાન્સફોર્મર પણ હટાવી લઇ તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી

