મોરબીના નવલખી રોડ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દેવાણદભાઈ રણમલભાઈ કુંભારવાડીયા એ ગઈકાલે ભડિયાદ ગામ પાસે આવેલ અમ્રુલ મિનરલ કારખાનના કંમ્પાઉન્ડમા પોતાના ડમ્પરમા હાઇડ્રોલીકથી ઠાઠાનો ભાગ ઉચો કરી કોઇ કામ કરતા હતા ત્યારે અકસ્માતે દેવાણદભાઈ પર હાઇડ્રોલીંગ નિચે પડી જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલસને જાણ થતા તેને મુત્યુ અંગે નોધ કરી છે.

