માળીયાના વર્ષામેડી ગામે રહેતા કારુભાઈ હમીરભાઈ ચાવડાએ તેના મોટાભાઈને રૂપાભાઇ મેપાભાઇ ખીટ સાથે બેસવાની ના પાડી હોય એ બાબતનો ખાર ગત તા.- -10/08/2024 ના રોજ વવાણીયા ગામના રસ્ત્તે આવેલ વર્ષામેડી ગામે કારુભાઈ હમીરભાઈ ચાવડાએ ખેતરે જતા હોય તે દરમિયાન ત્યાં રસ્તા પાસે આવી આરોપી રૂપાભાઇ મેપાભાઈ ખીટે કારુભાઈને બોલાવી અપશબ્દો કહી ઢીકા પાટુનો મારમારી અને તેને હાથમાં પહેરેલ કડલું હોઠ ઉપર મારી ઈજા પહોચાડતા હોઠમાં ટાકા લેવા પડયા હતા. આ બનાવ અંગે કારુભાઈએ આરોપી રૂપાભાઇ મેપાભાઇ ખીટ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

