ચોક્કસ ઉદ્યોગકારનાં ઇશારે અલગ અલગ નામથી અરજીઓ કરાવી પૂર્વ માપણી કરાવવા ઓવરલેપ થતાં આગરિયા પોતાના હકથી વંચિત
માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત ના સરપંચે ગામ ની હદ માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવેલ મીઠા ઉત્પાદન માટે અને સરકારી જમીન પર કરેલી પુર્વ માપણી ની તપાસ કરવા આજ રોજ મોરબી જીલ્લા કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી આં ઉપરાંત મહેસૂલ વિભાગ અને મુખ્ય મંત્રી કાર્યાલય લગત રજુઆત પોસ્ટ દ્વારા કરી ફરિયાદ કરવામાં આવી છે જે મુજબ બગસરા ગામ ની હદ માં અને સરકારી જમીન તેમજ દરીયાકાંઠે આવેલ નીલ સર્વ નંબરમાં મુળ એક મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરેલી અલગ અલગ નામ રાખી તેમજ મીઠા ઉદ્યોગપતિ લીજ અને હુકમો મેળવવા ના ઈરાદે આવી અને પુર્વ માપણી કરાવી રાખી છે જેથી ગામ ના સ્થાનિક અને અગરીયાઓ ને માત્ર ઓવરલેપ બતાવી ને તેમની પુર્વ માપણી ઓ અને અરજીઓ દફતરે કરવામા આવે છે અને સરકાર ના પરિપત્ર અને તારીખ 18/07/2018 ઠરાવ મુજબ સરકારી જમીન કોઈ એક વ્યક્તિ ને કે એક કંપની ને મળે તેવું પરીપત્ર માં ઉલ્લેખ છે જ્યારે આવી અલગ અલગ કરેલી પુર્વ માપણી ની તપાસ કરવા અને સ્થાનિક ગામ લોકો ની પુર્વ માપણી મુજબ તાજેતરમાં કરેલી અરજીઓ માં માત્ર ઓવરલેપ બતાવી ને દફતરે કરેલ છે તેને આગળ ફોરવર્ડ કરવા અને ગામ ની હદ માં મીઠા ઉદ્યોગપતિ ની કરેલી પુર્વ માપણી ની તપાસ કરી ને ન્યાય કરવા તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

