મોરબીના જિલ્લાનું દરીયાકાંઠે અને છેવાળાના બગસરા ગામ અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત અને આવેદનપત્ર આપવા છતાં પ્રાથમિક સુવિધા તથા રોજીરોટી અને આજીવિકા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આજે બગસરા ગ્રામ પંચાયતના હોદેદારો અને કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ,અગ્રણીઓ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ને ગામની સમસ્યાઓને લઇ રજૂઆત કરી હતી જેમાં મુખ્ય માંગણી પીવાનું પાણી પુરતુ આવતું નથી તે પાણી આપવા તેમજ ભાવપરથી બગસરાને જોડતો કાચો રોડ પાકો કરવા અને બાળકો ને આગળ અભ્યાસ કરવા માટે શાળા ના સમયે એસ ટી બસ ની સુવિધા આપતા આવે અને અપુરતી વિજળી અને તેને લગતી કરેલ રજૂઆત કરી હતી આ ઉપરાંત ગામમાં મોબાઈલ ઈન્ટરનેટ ની પુરતિ સુવિધાઓ મળે તે માટે અને ગામમા વિકાસ ના કામો ની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને પંચાયતની હદ માં આવતી સરકારી પડતર ખરાબાની જમીનો પર મીઠા ઉદ્યોગપતિ દ્વારા મંજુરી વગર ના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા રજૂઆત કરી હતી
આ ઉપરાંત 4 વર્ષથી મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના સ્થાનિક લોકો ને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા માટે એક પરિવાર ને જમીન મળે તે માટે અને અરજીઓ કરવામાં આવી હોવા છતાં માત્ર ઓવરલેપનું કારણ બતાવીને પુર્વ માપણી માન્ય રાખતા નથી જેની સામે વગ ધરાવતા હોય અને પૈસાવાળી પાર્ટી હોય અને તંત્રને જાણી જોઈને મદદ કરતી હોય અને કોઈ મોટા માથાના ઈશારે અમારા ગામ ના અરજદારો હેરાન પરેસાન અને સમય બરબાદ કરાવી રહ્યા છે અને તેમને અલગ અલગ નામ રાખી ને આવી અનેક પુર્વ માપણી કરાવી રાખી છે જેથી બીજા કોઈ નાનો માણસ કે સ્થાનિક ને ઓવરલેપ જમીન પર આવે જેથી જમીનો પર વાદ વિવાદમાં આવી ને સ્થાપિત અરજદારો ની અરજીઓ દફતરે કરી નાખેલ છે સરકાર ના પરિપત્રો અને તારીખ 18/07/2018 ઠરાવ મુજબ કોઈ એક સરકારી જમીન એક વ્યક્તિ કે કંપની ને મળે તો સામે અલગ અલગ નામ રાખી પુર્વ માપણી ની તપાસ કરવા અને સરકારી જમીન હુકમ કરતાં 3 ગણી જમીન પર કબજો જમાવ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા અને અમારા ગામ ના અગાઉ મળેલા હુકમો અને લીજો ધણા વર્ષો થીયા પુરા થય ગયા હોવા છતાં આજ ની તારીખે કબજા આજ પાર્ટી એ કરી રાખ્યા છે તે વિષે અનેક લેખીત રજુઆત કરવામાં આવી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી

