મોરબી એલસીબી ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, અમદાવાદ તરફથી એક GJ-23-AT-360૩ નંબરનું આઇસર રાજકોટ તરફ જનાર છે. જે આઇસરમાં પાછળના ભાગે ચોર ખાનુ બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો છુપાવેલ તેવી ચોક્કસ માહિતીના આધારે મોરબી એલસીબી ટીમ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચમાં હોય, તે દરમિયાન આ આઈસર ગાડી ત્યાંથી નીકળતા તેને અટકાવીને તપાસ કરતા આઈસર ચાલકને પૂછપરછ કરતા તેને આઈસરના ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂનો કાઢી આપ્યો હતો. તે ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-625 અને બીયર નંગ-48 અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ.- 12,77,510 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે મૂળસિંગ પ્રભાતસિંગ રાઠોડ ને પકડી લીધો હતો, તે શખ્સને પૂછપરછ કરતા જણાવ્યું કે તે આ દારૂનો જથ્થો દયાનંદ ગોપાલ એ મોકલ્યો અને રાજુસિંહ રહે, રાજકોટ વાળાએ મગાવ્યો હતો. એલસીબી ટીમે તે મૂળસિંગ પ્રભાતસિંગ રાઠોડ ને વાંકાનેર તાલુકા પોલીસને સોપી, પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

