HomeGujaratકેન્દ્રિય બજેટમાં ઉદ્યોગનગરી મોરબી સહીત રાજ્ય માટે નિરાશાજનક હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો...

કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગનગરી મોરબી સહીત રાજ્ય માટે નિરાશાજનક હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો

લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના થયા બાદ કેન્દ્રિય નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું બજેટમાં સરકાર દ્વારા જાણે ટેકો જાહેર કરનારી પાર્ટી એવી ટીડીપી અને જેડીયુ ના રાજ્ય પર મહેરબાન થઇ હોય તેમ મોટાભાગનું બજેટ આ રાજ્યોને ફાળવવામાં આવ્યું છે જેના કારણે અન્ય રાજ્યને તેમાં પણ જ્યાં ભાજપ કે એન ડીએ સરકાર ન હોય તેવા રાજ્ય અન્યાય થયા હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ કોંગ્રેસ બજેટને લઇ મેદાનમાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024 માટે જાહેર કરવામાં આવેલ સામાન્ય બજેટને લઈને નિરાશાની લાગણી છવાઈ છે . વર્ષે કરોડો રૂપિયાના ટેક્સ આપતા સિરામિક ઉદ્યોગ તેમજ અન્ય નાં મોટા ઉદ્યોગ અને મોરબી જિલ્લાને અન્યાય થયો છે,

કિશોરભાઈ ચીખલિયાએ કહ્યું છે કે, વિશ્વમાં નામના ધરાવતા મોરબીના સીરામીક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ જેવા નાના – મોટા ઔદ્યોગિક એકમો સરકારને કોથળા ભરીને ટેક્સ ભરે છે. તેમ છતાં આ બજેટમાં મોરબીna ઉદ્યોગોને રાહતના નામે કોઈ લાભ મળ્યો નથી. દેશ તથા વિદેશમાં મોરબી ઔદ્યોગિક એકમો દ્વારા માલ- સામાનની પુષ્કળ પ્રમાણમાં સપ્લાય કરવામાં આવે છે. તેમ છતાં આવા મહત્વના ઉધોગો માટે બજેટમાં લાભની કોઈ જોગવાઈ કરાઈ નથી. જે મોરબીના ઉદ્યોગપતિઓને અન્યાય સમાન છે. મોદીના ગુજરાતની વાતો કરતા વડાપ્રધાન પોતાના ગુજરાત માટે કોઈ પણ પ્રકારની રાહત આપી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW