મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગોથી લઇ સોસાયટી વિસ્તારમાં ઠેર ઠેર ઢોર રોડ પર અડીંગો જમાવીને બેઠા રહે છે આ ઉપરાંત અવાર નવાર આખલાઓ પણ યુદ્ધે ચઢતા હોય તેમ રોડની વચ્ચો બાખડી પડતા વાહન ચાલકો સાથે નાના મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે ત્યારે આજે ફરીવાર મોરબીના લીલાપર કેનાલ રોડ પર આજે રોજ રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો રવાપર કેનાલ રોડ પર આવેલા રામકો બંગલો ના પાછળ ભાગે આવેલા ઓમ પાર્ક સોસાયટીમાં રખડતા ઢોરે બહાર પાર્ક કરેલા વાહનોને પોતાની ઝપટમાં લીધા હતા અને તેના કારણે કાર બાઈક સહિતના 10 જેટલા વાહનોને નુકશાન થયું હતું તેમજ ત્યાંથી પસાર થતા લોકોના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા સદનસીબે કોઈ લોકોને ઈજા પહોચી ન હતી

