HomeGujaratમોરબીના જાંબુડિયા GIDCના પાપે વરસાદી પાણી ખેતર અને ગામમાં ઘૂસે તેવી...

મોરબીના જાંબુડિયા GIDCના પાપે વરસાદી પાણી ખેતર અને ગામમાં ઘૂસે તેવી શક્યતા,યોગ્ય કાર્યવાહી કરવા માગ

મોરબીના જાંબુડીયા પાનેલીની સીમ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવામાં આવી રહ્યું છે જી આઈ ડીસી દ્વારા હાલ આ વિસ્તાર ડેવલપ કરવામાં આવી રહ્યો છે જોકે આ ઇન્ડસ્ટટ્રીયલ પ્લોટીંગના ડેવલપ મેન્ટ માટે જીઆઈ ડીસી દ્વારા નિયમ નેવે મૂકી વરસાદી પાણીના નિકાલના કુદરતી વહેણ બંધ કરી દેવામાં આવ્યા હોય તેમજ જાંબુડિયાથી પાનેલી તરફ જતા રસ્તા પર સર્વે નંબર 146 નો ગાડા માર્ગ પણ દબાવી દીધા હોય જેના કારણે ગામ લોકોને પણ આવન જાવન માં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદે પંચાયતે પંચ રોજકામની નકલ સાથે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને ચોમાસાનો સમય હોય આગામી દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને વરસાદી પાણીના નિકાલ ન અભાવે ગામમાં પાણી ઘૂસે તેવી શક્યતા છે જો ગામમાં પાણી ઘુસતા મોટા પ્રમાણમાં ખાના ખરાબી થવાની સંભાવના છે આ સંભાવનાને ધ્યાને લઇ તાત્કાલિક જી આઈ ડીસી દ્વારા કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવે તેવી રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW