HomeGujaratયુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં...

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ ફાઉન્ડેશનથી જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં 365 દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.

ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમની બ્લડ બેંકમા A+ અને B+ બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 20 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌, જેથી દર્દીના પરિજનો ને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે જે માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW