એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળિયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક ટ્રક માં માટીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવેલ છે, તેવી ચોક્કસ માહિતી મળતા એલસીબી ટીમ તે સ્થળે જઈ રેડ મારતા ટ્રકમાંથી આઠ પીએમ વ્હીસ્કી બોટલો નંગ-96 કુલ કિંમત રૂ.-28,800 , ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલો નંગ-168 કુલ કિંમત રૂ.-50,400 , બ્લેન્ડર વ્હીસ્કી બોટલો નંગ-60 કુલ કિંમત રૂ.-51,000 , કિંગફિશર ટીન નંગ-504 કુલ કિંમત રૂ.-50,400 , RJ-27-GC-6977 નંબરનો ટ્રક અને અલ્ટો કાર થતા મોબાઈલ સહીત કુલ કિંમત રૂ.-12,85,600 નો મુદામાલ પોલીસે કબ્જે કરી મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.તે આરોપીને પૂછપરછ કરતા અન્ય પંકજભાઈ ગોઠી, ટ્રકનો ચાલક અને કારના ચાલક એમ ત્રણ શખ્સનો નું નામ ખુલ્યું હતું. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

