HomeGujaratમાળીયાના નવા દેવગઢ ગામે ડુપ્લીકેટ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા...

માળીયાના નવા દેવગઢ ગામે ડુપ્લીકેટ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા  

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવા દેવગઢ ગામેથી ડુપ્લીકેટ દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, તે શખ્સના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલોમાં કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી વેચાણ કરતા હતા. મોરબી એલસીબી ટીમે આ સમગ્ર કારસ્તાન પકડી પાડી હાલના બે આરોપીઓને રૂ.-2,79,705 ના મુદામાલ સાથે પકડી પાડયા છે.મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઇ જીવણભાઇ સવસેટા તથા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા નામના બન્ને ભાઇઓ ભેગા મળી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં સસ્તા ભાવના ઇગ્લીશ દારૂમા કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરતા. જે બાતમીને આધારે એલસીબી ટીમે આરોપીઓના મકાને દરોડો પાડતા ઇંગ્લીશ દારૂ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા, વિગેરે સાધનસામગ્રી મળી હતી.

આ નકલી વિદેશી દારૂ બનાવવાના પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપી જયદીપભાઇ જીવણભાઇ સવસેટા અને જયરાજભાઇ જીવણભાઇ સવસેટા ની ધરપકડ કરી છે અને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ, કિશન ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા, લકકીરાજસિંહ દરબાર, ચિરાગ , સાજીદ ઉર્ફે સાજલો લધાણી અને બાલો સતવારોના આ દારૂ બનાવમાં નામ ખુલ્યા છે, જેમાં લક્કીરાજસિંહ દરબાર વિરુદ્ધ આગાઉ પણ દારૂ મામલે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. નકલી દારૂની ફેકટરી મામલે હાલમાં મોરબી પોલીસે મેકડોવેલ વ્હીસ્કીની બોટલો નંગ-12 કુલ કિ.રૂ.- 4,500 , બ્લેકેન વાઇટ વ્હીસ્કીની બોટલો નંગ-04 કુલ કિ.રૂ.- 7200 , ડુપ્લીકેટ તૈયાર કરેલ ઇગ્લીશ દારૂ પ્રવાહી કુલ કિ.રૂ.- 2,25 000 , મેકડોલ વ્હીસ્કીની ખાલી બોટલો નંગ-384 કુલ કી.રૂ.- 7680, રોયલ સ્ટગ વ્હીસ્કીની બોટલો નંગ-780 કુલ કી.રૂ.15,600 , બોટલો ઉપર લગાડવાના અલગ અલગ કંપનીના ઢાંકણા નંગ-1540 કુલ કિ.રૂ.- 15400 , બોટલો ઉપર લગાડવાના સ્ટીકર નંગ-2200 સહિતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડી, માળિયા તે બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW