HomeGujaratહળવદના રાયસંગપરમાં બહેનને ભગાડી જવાનું મનદુઃખ રાખી ભાઈઓએ છરી વડે પ્રેમીને પતાવી...

હળવદના રાયસંગપરમાં બહેનને ભગાડી જવાનું મનદુઃખ રાખી ભાઈઓએ છરી વડે પ્રેમીને પતાવી દીધો

હળવદના રાયસંગપર ગામે ગઈકાલે મોડી રાત્રીના યુવતીના કૌટુંબિક ભાઈઓએ યુવતીના પ્રેમી અને તેના ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.જેમાં પ્રેમી યુવકને ગંભીર ઈજા થતા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવક અને આરોપીઓ કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.

બનાવ ની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામમાં રહેતા બાબુભાઈ ગોકળભાઈ લોલાડીયા નો પુત્ર શામજી તેની કૌટુંબિક બહેનને ભગાડીને લઇ ગયો હતો. જે બાદ પરિવારે સમજુતી થી યુવતીને પરત સોપી હતી. તેમ છતાં આરોપી વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયાની બહેન ભગાડીને લઇ ગયાનું મનદુઃખ રાખી બંને આરોપી ગઈકાલે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ શામજીભાઈના ઘરે આવી કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈ ના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા અને શામજીભાઈ પર છરી વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું.જયારે ગોપાલભાઈ પર હુમલો કરતા ઈજા થઇ હતી.જ્યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્ત થતા તેઓને  સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં શામજીભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે ગોપલભાઈને ગંભીર હાલતે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ હુમલો કરવા આવેલ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયાની નામના બે ભાઈઓ માંથી એક ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મૃતકના પિતાએ તે આરોપીઓ ગૌતમ કરમણભાઈ અને વિપુલ કરમણભાઈ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW