HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ત્રાજપરમાં બે અલગ-અલગ દરોડામાં પાડતા જુગાર રમતા સાત શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર અવેળા પાસે જુગાર રમતા સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા અને ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સ પાસેથી કુલ રોકડ રૂ.-1,270 મુદામાલ મળ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત ત્રાજપર ચોરા વાળી શેરીમાં જુગાર રમતા (1) ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી (2) વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી (3) જયશ્રી બેન પ્રવિણભાઇ વરાણીયા (4) હંસાબેન કેસાભાઇ વરાણીયા (5) શારદાબેન કાંતીલાલ પાડલીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી રૂપિયા-10,700 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી, ત્રણ મહિલા સહીત સાત શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)ટંકારાના નેસડા ગામે ઈંગ્લીશ દારૂ સાથે એમપીનો શખ્સ ઝડપાયો

ટંકારાના નેસડા ગામે ઈંગ્લીશ દારૂ સાથે મૂળ એમપીના વતની કલમસિંહ નગરસિંહ માવીને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-38 અને બીયર ટીન નંગ-42 મળી કુલ રૂ.-8000 નો મુદામાલ મળી વાયો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)મોરબીના ટીંબળી પાટીયા પાસે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના ટીંબળી પાટીયા પાસે દેશી દારૂ સાથે નારણભાઈ પરષોતમભાઇ બારૈયાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-300 જથ્થો મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.

(4)મોરબીના ત્રિકોણબાગ એસ.બી.આઇ. બેંકની સામેથી બાઈક ચોરી

મોરબીના અનંતનગર સોસાયટીમાં રહેતા મનોજભાઇ મોહનભાઇ કંઝારીયાએ ગત તા.-21/05/2024 ના રોજ ત્રીકોણબાગ એસ.બી.આઇ. બેંકની સામે પાર્કીંગમા તેનું GJ-03-FJ-4186 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કરેલ હતું.બાદમાં કોઈ શખ્સ તેનુ બાઈક ચોરી કરી જતા આ બનાવ અંગે મનોજભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW