HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના રાતીદેવળી ગામે દારૂ સાથે બે શખ્સ ઝડપાયો

વાંકાનેરના નવી રાતીદેવળી ગામે પાણીના ટાંકા પાસે દારૂ સાથે કૈલાશભાઈ શિવજીભાઈ વીકાણી ને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત નવી રાતીદેવળી ગામે પોલીસ દ્વારા રેડ મારતા દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી ગરમ આથો કિ.રૂ-100 તથા દેશીદારૂ કી.રૂ.-100 તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.-500 આમ કુલ મુદામાલ કીં.રૂ.-700 મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનાની નોધ કરી છે.

(2)મોરબીના ગાંધીચોક પાસે વિદેશી દારૂ ની બોટલ સાથે શખ્સ પકડાયો

મોરબીના ગાંધીચોક રાજસ્થાની પાઉભાજીની પાછળ પેન્ટના નેફામા વિદેશી દારૂ લઇ જતા કિશોરભાઈ મુળજીભાઈ સારેસાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી મળેલ વિદેશી દારૂ કુલ રૂ.-375 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીની મચ્છીપીઠ પાસે દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબી મચ્છીપીઠ પાસે દારૂ સાથે સાહીલભાઇ સલીમભાઇ મોવર અને અલીમહમદભાઇ રહીમભાઇ કટીયા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી દેશી દારૂ ની બોટલો નંગ-2 મળી કુલ રૂ.-600 નો મુદામાલ મળી આવ્યો હતો, પોલીસે જેને જપ્ત કરી લીધો હતો.પોલીસે તે બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4)ટંકારામાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઘર છોડીને ચાલ્યા ગયા

ટંકારાના હડમતિયા ગામે રહેતા આશાબેન અને તેના પતિ વચ્ચે બોલાચાલી થઇ હતી.આમ તેના પતિ ગુસ્સે થઈ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વિના જતા રહેલ હતા.આજદિન સુધી ઘરે આવ્યા ન હતા.આશાબેને આજુબાજુમા તેમજ સગા સબંધીમા તપાસ કરતા મળી ન આવતા આશાબેને ટંકારા પોલીસ મથકમાં તેના પતિ ગુમસુધા અંગે નોંધ કરાવી છે.પોલીસે નોધ કરી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW