HomeGujaratપતિ અન્ય યુવતીઓ સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા જતા બંને...

પતિ અન્ય યુવતીઓ સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા જતા બંને વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને મારમાર્યો

હાલમાં સોશિયલ મીડિયા પર યુવક – યુવતીના પ્રેમ થવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે.હળવદની સીધ્દ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા અને મૂળ છોટા ઉદેપુરના વતની જ્યોત્સનાબેન ગમજીભાઈ રાઠવા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે, તે દોઢેક વર્ષ પહેલા તે વાંકાનેરમાં કડીયા કામે જતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર આગ્રાના વતની મુસ્લિમ યુવાન સાથે પરિચય થયો હતો.બાદ તે બંને પ્રેમ સંબધમાં બંધાયા હતા અને અને પરિવારની હાજરીમાં આગ્રામાં લગ્ન કર્યા હતા.બાદમાં આગ્રામાં સોહિલનો કામ ધંધો ચાલતો ના હોવાથી ચારેક માસ પહેલા હળવદની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ભાડેથી મકાન રાખી રહેવા આવ્યા હતા.પરંતુ છેલ્લા બે માસથી જ્યોત્સનાબેનને તેના પતિ સોહેલ સરફુદીન અબ્બાસ સાથે નાની-નાની બાબતો પર ઝઘડો થતો હતો અને ચોરીછુપીથી બીજી છોકરીયુ સાથે વાતચીત કરતો હોવાની શંકા જ્યોત્સનાબેનને પડી હતી અને આ મુદે બન્ને વચ્ચે બોલાચાલી થતા સોહીલે જ્યોત્સનાબેનને ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા હોય તે દરમિયાન આસાપાસના પાડોશી તેને છોડવવા આવતા હતા, તેણે જ્યોત્સનાબેનને જો તું કઈ બોલીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW