HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના સિરામિક સીટીમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના સીરામીક સીટી વિસ્તારોમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા સીરામીક સીટી આઇ-6 ફ્લેટ નં.-101 શક્તિ ચેમ્બર પાછળ આવેલ દુકાનમાં દારૂ સાથે ઉમેશભાઈ રામજીભાઈ મેરજા નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂ ની જોહની વોકર વ્હીસ્કી નંગ-15 કુલ કિંમત રૂ.-30,000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીના રવાપર રેસીડેન્સી પાછળ વિદેશી દારૂના જથ્થો સાથે શખ્સ ઝડપાયો

મોરબીના રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી પાછળ દારૂ સાથે દિપકભાઇ રાજુભાઇ બુધ્ધદેવ ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂનો જથ્થો કુલ રૂ.-1000 પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)ટંકારાના કલ્યાણપર ગામે વૃદ્ધા બેભાન થઇ જતા મોત

ટંકારાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઈ રણછોડભાઈ ડોબરિયા નામના વૃદ્ધા ને ગત તા.15/06 ના રોજ પોતાના ઘરે બેભાન થઇ જવાથી પરિવાર દ્વારા તેને સારવાર માટે રાજકોટ ખાતે સીનર્જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો.મિલાપ મશરુસા એ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(4)મોરબીની ઉચી માંડલ ગામે ટ્રેઇલરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીની ઉચી માંડલ સીમ સીલોરા કારખાના સામે આરોપીએ પોતાના હવાલા વાળુ RJ-27-GE-1222 નંબરનું ટ્રેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને જતા હોય તે દરમિયાન હળવદના ચરાડવા ગામના રહેવાસી જાદવજીભાઇના GJ-03-CK-0519 નંબરના મોટરસાઇકલને પાછળથી હડફેટે લેતા જાદવજીભાઇ રોડ પર પડી જતા માથામા ગંભીર ઇજા પહોચતાં તેનું મોત નીપજાવી આરોપીએ ટ્રકને સાઇડમા પાર્ક કરી નાસી ગયો હતો.આ બનાવ અંગે મરણજનાર ના દીકરા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.

(5)મોરબીના જશમતગઢ ગામે બાઈક સ્લીપ થઇ જતા પાછળ આવતો ટ્રક યુવાન ઉપર ફરતા મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લોરીશન સિરામિકમાં કામ કરતા વિશ્ર્વકર્માભાઇ બૈજનાથભાઇ બેહરા અને ગજેન્દ્રભાઇ નંદલાલ બંસ્કાર એ તેના MP-37-ZC-0947 નંબરના બાઈકમાં લોરીશન કારખાનેથી રૂમ જોવા માટે સાકેત સીરામીક કારખાને જતા હતા.તે દરમ્યાન પાવડીયારી કેનાલ પાસે સનવીસ સીરામીક કારખાના પાસે પહોચતા તેનું બાઈક અચાનક સ્લીપ થતા પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે GJ-12-AT-5400 નંબરનું ટ્રક લઇ કોઈ અજાણ્યો શખ્સ ગજેન્દ્રભાઇના છાતીના ભાગે ટ્રકનુ વ્હીલ ફેરવી દેતા ગજેન્દ્રભાઇને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી પોતાનો ટ્રક લઇને નાશી ગયો હતો.આ બનાવ અંગે વિશ્વકર્મા બૈજનાથ બેહરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW