HomeGujaratહળવદના રાતાભેર ગામે અગાઉની બાબતનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોએ કર્યો...

હળવદના રાતાભેર ગામે અગાઉની બાબતનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોએ કર્યો હુમલો

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલભાઇ જેશીંગભાઇ જાતે કેરવડીયા એ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી કે, આરોપીઓ તેમના ઘર પાસે આવેલ પાણીની ટાકી આગળ રાજુભાઇ દિલીપભાઇ ઇંદરીયા, અશ્વિનભાઇ ઓધવજીભાઇ ઇંદરીયા, જેમાભાઇ રૂપાભાઇ ઇંદરીયા અને જગદિશ ઉર્ફે બહુરૂપી આરોપીઓ તેમની પાસે આવી તુ અને તારા બાપા તમારા જમાઇ સંજયભાઇનુ ઉપરાણુ લઇને અગાઉ કેમ મારી સાથે લપ કરેલી તેમ કહી ગાળો બોલી આરોપી રાજુભાઇએ ફરીયાદીને માથામા ધારીયુ મારી ગંભીર ઇજા તથા ફ્રેકચર ઇજા કરી સાહેદ જેશીંગભાઇનાઓ વચ્ચે પડતા તેઓને ધારીયા વડે બંને હાથની આંગળી ઉપર ફ્રેકચર કરી તથા શરીરે બીજા આરોપીઓએ માર મારી ઇજા કરતા સાહેદ દુધીબેન તથા વનીતાબેન વચ્ચે પડતા તમામ આરોપીઓએ તેમને પણ ગડદા પાટુનો માર મારી ઈજા પહોચાડી હતી.આ બનાવ અંગે પ્રફુલભાઇ જેશીંગભાઇ જાતે કેરવડીયા એ તે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW