HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઈક ચોરી

મોરબીના ગોવર્ધનનગરમાં રહેતા પરાગભાઈ ભીખુભાઈ રાઠોડ એ તેનું GJ-11-BM-3438 નંબરનું હોન્ડા કંપનીનું કાળા કલરનુ લીવો બાઈક તેને મોરબી નવા બસસ્ટેન્ડના પાર્કીંગમા પાર્ક કરેલ હતું.ત્યાંથી કોઈ શખ્સ તેનું બાઈક ચોરી નાસી ગયો.પરાગભાઈ એ પાર્કિંગમાં તેનું બાઈક ન મળતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પણ તેનું બાઈક ન મળ્યું,બાદમાં પરાગભાઈ એ તેનું બાઈક ચોરી મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.

(2)વાંકાનેરના માટેલ પાસે ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેરના માટેલ રોડ અમરધામ નજીકથી દારૂ સાથે નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઈ ગમારાને પોલીસે ઝડપી લીધો હતો. તે આરોપી પાસેથી વિદેશી દારૂની બે બોટલ કુલ રૂ.- 680 મુદામાલ પોલીસે જપ્ત કરી, પૂછપરછ કરતા આ દારૂની બોટલ આરોપી મુકેશ મનસુખ દંતેસરિયા પાસેથી લીધી હોવાનું કબુલ કર્યું હતું.તે બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા કિશનભાઇ ભુપતભાઇ મકવાણાએ ગઈકાલે પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી તેના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

(4)મોરબીના ઇટાવા કારખાનાના લેબર ક્વાર્ટરમા પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ઇટાવા નામના કારખાનાના લેબર ક્વાર્ટરમા રહેતા પીન્કીબેન ચંન્દ્રમોહન પિંગુઆએ કોઈપણ કારણોસર પોતાની રહેણાંક લેબર રૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.અજયભાઈ ભાટિયા એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પિન્કીબેનના એક મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.

(5)ટંકારાના જુના હડમતિયા પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

ટંકારાના જુના હડમતીયા પાસે દેશી દારૂના જથ્થા સાથે સાગરભાઈ બાબુભાઈ વડેચા ને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-140 નો મળેલ જથ્થો પોલીસે જપ્ત કરી તે આરોપી સામે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW