HomeGujaratહળવદના જુના માલણીયાદ ગામે ગત ચુંટણી બાબતનું મનદુખ રાખી મારામારી

હળવદના જુના માલણીયાદ ગામે ગત ચુંટણી બાબતનું મનદુખ રાખી મારામારી

હળવદના જુના માલણીયાદ ગામે વાંકલ માં ના મંદિર પાસે ધનશ્યામભાઇ હરજીભાઇ કણઝરીયા એ પોતાનુ જીજે-13-જેજે-3077 નંબરનું બાઈક લઇને પોતાની વાડી પાસે ઉભા હતા ત્યારે મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા એ તેનુ બાઈક ધનશ્યામભાઇના બાઈક સાથે ભટકાડી પાડી દીધા હતા.તેને ગત ચુંટણી બાબતનુ મનદુખ રાખી ત્રણેય શખ્સોએ ધનશ્યામભાઇ ને ગાળો આપી, ઢીકાપાટુ નો મુંઢ માર માર્યો હતો.મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા જાનથી મારી નાખવાના ઇરાદે ધનશ્યામભાઇ ની છાતી ઉપર બેસી ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હતો.આ બનાવ અંગે ધનશ્યામભાઇ હરજીભાઇ કણઝરીયાએ તે ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW