મોરબીમાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા છે તો ક્યાંક વીજ તારોમાં નુકસાન પહોંચ્યું છે જોકે વરસાદ રહી ગયા બાદ તાત્કાલિક પીજીવીસીએલ ની ટીમ દ્વારા સતત કામગીરી કરી પોતાની જવાબદારી નિભાવતા જોવા મળ્યા
આમ તો કુદરતી આફત ક્યારે અને કઈ રીતે આવે છે તેની જાણ કોઈને હોતી નથી આવી જ કુદરતી આફત આજરોજ મોરબીમાં સાંજના સમયે આવી હતી અને અચાનક જ વાતાવરણમાં પલટાની સાથે જોરદાર પવનના કારણે અનેક જગ્યાએ નુકસાની જોવા મળી હતી જોકે નગરપાલિકા ફાયર વિભાગ પીજીવીસીએલ સહિતની ટીમો કામે લાગી ગઈ હતી અને મોડી રાત સુધી જે પણ સમસ્યાઓ સર્જાઇ હતી તેનું નિરાકરણ લાવવા માટે કામે લાગી હતી
ઉનાળામાં કમોસમી વરસાદના કારણે સૌથી મુસીબત ભર્યું કામ હોય તો તે છે પીજીવીસીએલ નું આમ તો ઉનાળાનો ધક ધક તો તાપ ખૂબ જ પડી રહ્યો છે પરંતુ વરસાદી વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ જોવા મળી રહી છે પરંતુ ઝડપથી વીજળી મળી રહે તે માટે ના માત્ર pgvcl નો સ્ટાફ પરંતુ ખુદ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી મહેનત કરી અને લોકોને ઝડપથી વીજળી મળી રહે તે માટે મહેનત કરતા જોવા મળ્યા

