રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કર્યા બાદ આજે ધોરણ 10નું પણ પરિણામ રાજ્ય બોર્ડ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર મુક્યું હતું આ વર્ષે રાજ્યનું બોર્ડનું પરિણામ 82 .56 ટકા આવ્યું છે જેની સામે મોરબી જીલ્લાનું 85.60 ટકા આવ્યું હતું મોરબી જીલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા 10.17 ટકા વધારો આવ્યો હતો. મોરબી જિલ્લો રાજ્યમાં ૯ માં ક્રમે રહ્યું છે પાસ થનારા છાત્રોની સંખ્યા જોઈએ તો જિલ્લામાં 10 771 માંથી9099 છાત્ર ઉતીર્ણ થયા છે
આ વર્ષ મોરબી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યામાં જબરો ઉછાળો નોધાયો છે ધોરણ 10માં આ વર્ષે 681 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યા છે ગત વર્ષ કરતા A1 ગ્રેડ મેળવનારની સંખ્યામાં 497 છાત્રોની વધારો નોધાયો છે
આ વર્ષે A 1 ગ્રેડ મેળવનાર શાળાની સંખ્યા જોઈએ તો 681 છે તો A 2 ગ્રેડની સંખ્યા 1674 પહોચી છે તો B1 ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા 2037 છે જયારે 2131 છાત્રોને B2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. C1 ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા 1713 છે તો C2 ગ્રેડ સાથે 819 છાત્રો પાસ થાય છે D ગ્રેડ સાથે 44 છાત્ર પાસ થયા છે.

